હનિફ ખોખર, જૂનાગઢ: 26મી ઓગસ્ટના રોજ શહેરની સિવિલ હોસ્પિટલમાં એક યુવાને હોસ્પિટલના બિલ્ડિંગથી કૂદકો મારીને આપઘાત કર્યો હતો. આ મોતની છલાંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. હવે યુવાનની આત્મહત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે.
ઉનાથી પિતાની સારવાર માટે આ યુવાન જૂનાગઢ આવ્યો હતો. 26મી ઓગસ્ટે તેણે સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગથી કૂદકો માર્યો હતો. મૃતક યુવાનનું નામ હાર્દિક જયસુખ ભૂતલા છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પિતાની શ્વાસની બિમારી સહન ન થતા હતાશામાં આ યુવકે આત્મહત્યા જેવું પગલું ભર્યું.
26મી ઓગસ્ટના રોજ યુવકે હોસ્પિટલના પાંચમા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આ દર્દનાક ઘટનાના હવે સીસીટીવી ફૂટેજ સામે આવતા ચકચાર મચી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે